ગોપનીયતા નીતિ
અમારી ગોપનીયતા નીતિ, અભિનવ વેપાર ઉપદેશક ના જાલસ્થાનના સાક્ષાત્કાર સમયે અમે કઈ માહિતી એકત્રિત કરીએ છીએ, અમે તેનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ અને અમે તેને કેવી રીતે સુરક્ષિત રાખીએ છીએ તેનું વર્ણન કરે છે.
અમે કઈ માહિતી એકત્રિત કરીએ છીએ
- વ્યક્તિગત ઓળખ માહિતી (નામ, e-mail, દૂરભાષ સંખ્યા)
- Browsing data (IP સરનામું, Browser પ્રકાર, સંગણન-યંત્રની માહિતી)
- વપરાશની માહિતી (જાલસ્થાન પરના કયા પૃષ્ઠોના સાક્ષાત્કાર, તેનો સમયગાળો)
- Cookies and tracking technology
અમે તમારી માહિતીનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ
- તમને સેવાઓ અને સહાય પૂરી પાડવા
- જાલસ્થાન સુધારવા અને વ્યક્તિગત અનુભવો પૂરા પાડવા
- આવશ્યક સૂચનાઓ અને update મોકલવા
- વિશ્લેષણ અને અહેવાલો તૈયાર કરવા
અમે ઉચ્ચ ગુણવત્તાના સુરક્ષા પગલાંઓનો ઉપયોગ કરીને તમારી વ્યક્તિગત માહિતીને અનધિકૃત પહોંચ, ઉપયોગ અથવા પ્રગટ થવાથી સુરક્ષિત રાખવા માટે પ્રતિબદ્ધ છીએ.
વપરાશના નિયમ
અમારા જાલસ્થાનનો ઉપયોગ કરવાથી તમે આ નિયમ અને પણ સાથે સંમત થાઓ છો તેથી કૃપા કરીને કાળજીપૂર્વક વાંચો.
બૌદ્ધિક સંપત્તિ અધિકારો
આ જાલસ્થાન પરની દરેક સામગ્રી અભિનવ વેપાર ઉપદેશક અથવા તેના અધિકૃત પ્રતિનિધિની સંપત્તિ છે જેમાં પ્રતિક ચિન્હ, design, લખાણ, ચિત્રણ અને software સમ્મેલિત છે પરંતુ તે સીમિત નથી. આ બધુ પ્રતિલિપ્યાધિકાર અને વેપાર ચિન્હ અધિનિયમ દ્વારા સુરક્ષિત છે.
વપરાશકર્તાના ઉત્તરદાયિત્વ
- કોઈપણ અવૈધ અથવા પ્રતિબંધિત હેતુઓ માટે જાલસ્થાનનો ઉપયોગ ન કરો.
- કોઈપણ malware, virus અથવા અન્ય હાનિકારક code સમ્મેલિત કરશો નહીં.
- અમારી IT પ્રણાલી અથવા જાળતંત્રમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરશો નહીં.
- કોઈપણ સામગ્રીનું અનધિકૃત નિર્માણ, ઉત્પાદન અથવા વેચાણ કરશો નહીં.
ઉત્તરદાયિત્વની મર્યાદા
અમારા જાલસ્થાનના ઉપયોગથી અથવા તેનો ઉપયોગ કરવામાં અસમર્થતાને કારણે થતી કોઈપણ પ્રત્યક્ષ, પરોક્ષ, આકસ્મિક, વિશેષ અથવા પરિણામી હાનિ માટે અભિનવ વેપાર ઉપદેશક ઉત્તરદાયિ રહેશે નહીં.
પ્રતિદેય નીતિ
અમે અમારા ગ્રાહકો માટે સંતોષકારક સેવાઓ પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છીએ. જો તમે અમારી સેવાઓથી સંતુષ્ટ નથી, તો અમે નીચેના નિયમ અનુસાર પ્રતિદેય અનુમત કરીએ છીએ:
પ્રતિદેય માટે પાત્રતા
- પ્રતિદેય વિનંતી સેવા પ્રારંભ થયાના ૭ દિવસની અંદર કરવી આવશ્યક છે.
- જો સેવા પૂરી પાડવામાં અમારા દ્વારા ભૂલ થઈ હોય તેવા પરિસ્થિતિઓમાં.
- જો અમારી સેવા ગુણવત્તા ધોરણોને પૂર્ણ ન કરતી હોય.
અપાત્ર પ્રકરણ / વિષયવસ્તુ / પરિસ્થિતિ
- જો ગ્રાહકની ભૂલને કારણે સેવા આપવાનું નિરસ્ત થયું હોય.
- જો સેવા પ્રારંભ થયા પછી ૭ દિવસથી વધુ સમય પસાર થઈ ગયો હોય.
- જો ગ્રાહકે પૂર્ણ સેવાઓનો લાભ લઇ લીધો હોય.
પ્રતિદેય પ્રક્રિયા
પ્રતિદેયની વિનંતી કરવા માટે, કૃપા કરીને અમારા સહાયક સમૂહનો સંપર્ક કરો. પ્રતિદેયની પ્રક્રિયા પૂર્ણ કરવામાં ૭-૧૦ કાર્યકારી દિવસો લાગી શકે છે.
અસ્વીકરણ
અમારા જાલસ્થાન પરની માહિતી માત્ર સામાન્ય જાણકારીના હેતુ માટે જ છે. અમે આ માહિતીની સચોટતા, સંપૂર્ણતા, યોગ્યતા કે ઉપલબ્ધતા અંગે કોઈ સ્પષ્ટ અથવા ગર્ભિત આશ્વાસન આપતા નથી.
તમારા દ્વારા, અમારી જાલસ્થાનનો ઉપયોગ કરવાથી થયેલા તમારી કોઈપણ હાનિ માટે, કોઈપણ પરિસ્થિતિમાં, અભિનવ વેપાર ઉપદેશક ઉત્તરદાયી રહેશે નહીં જેમાં પરોક્ષ, પરિણામી, ખાસ અથવા દંડાત્મક હાનિનો સમાવેશ થાય છે.
સંચાર અને સંપર્ક
સત્તાવાર સંચાર
અમારી સાથેના તમામ સત્તાવાર સંચાર e-mail અથવા નોંધાયેલ ટપાલ દ્વારા જ કરવામાં આવશે. કોઈપણ e-mail સૂચનાઓ અમારી સત્તાવાર e-mail સરનામા માંથી જ મોકલવામાં આવશે. Whatsapp અથવા અન્ય સામાજિક માધ્યમો ને સત્તાવાર સંચાર રૂપે માનવામાં નહીં આવે.
ન્યાયલયનું અધિકારક્ષેત્ર
આ જાલસ્થાન અને સેવાઓનો ઉપયોગ કરવાથી થતા કોઈપણ વિવાદ અથવા દાવાઓ પર ભારતીય અધિનિયમ લાગુ પડશે. તમે જુનાગઢ, ગુજરાતમાં સ્થિત ન્યાયલયનું વિશિષ્ટ અધિકારક્ષેત્રને સ્વીકારો છો.
નીતિઓ વિશે પ્રશ્નો
જો તમારે નીતિઓ સંબંધિત કોઈ પણ પ્રશ્ન હોય તો અમારો સંપર્ક કરો. સંપર્ક માહિતી સંપર્ક પૃષ્ઠમાં આપેલ છે.